મ્હારી છોરી છોરો સે કમ હૈ કે - જામનગરમાં “દંગલ”
સચીન માંકડ દ્વારા એક પ્રેરણાદાયક ડોક્યુમેન્ટરી ફિલ્મ "સોચ - બાઉન્ડરી લાઇન કે બાહર"
દરેક ભારતીય કે જે પરદેશમાં વસે છે, એમનામાં કોઈ ખાસ અને સામાન્ય રીતે એક સરખા સપનાંઓ હોય છે. બે-ત્રણ વર્ષ પરદેશમાં વિતાવી, થોડા પૈસા બચાવો, ઇન્ડિયામાં મકાન ખરીદો અને છેવટે ઘરે પાછા ફરો. ઘણાં તો પેઢી દર પેઢી ત્યાં જ રહી જાય છે અને આવા કિસ્સાઓમાં વ્યક્તિ મકાન તો લઈ રાખે છે પણ, એમાં રહીને એને ઘર બનાવી શકતો નથી.
જો કે મહામારીએ ઘણાં સમીકરણો બદલી નાખ્યા છે, ઘણાં ભારતીયોએ પોતાની નોકરી ગુમાવી અથવા તો સ્વૈચ્છિક રીતે જ ઇન્ડિયા પાછા ફર્યા.
સચીન માંકડ આવું જ એક ઉદાહરણ છે. સચીને દુબઈ સ્થિત એડવર્ટાઈઝીંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં સોળ વર્ષ કામ કર્યું. મહામારીના ઓછાયા હેઠળ ઇવેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્ર પર ખૂબ માઠી અસર થતાં, સચીને નક્કી કર્યું કે તેઓ પોતાની પત્ની અને બે બાળકો સાથે ભારત પાછા ફરશે.
ભારત પાછા ફરીને જ્યારે તેણે ફરી પોતાનું કામ શરૂ કર્યું, ત્યારે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું.
સોળ વર્ષ દુબઈમાં રહીને પણ તેણે દેશ સાથે ના ભાવનાત્મક બંધન અને દેશને કંઈક પાછું આપવાની તીવ્ર ઈચ્છાને જાળવી રાખી હતી. ભારત પાછા ફરીને તેણે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. આ ઇચ્છા જુસ્સામાં પરિણમી અને તેણે પોતાને અનેક માનવતાના કામ સાથે સાંકળવાનું શરૂ કર્યું.
તેણે એક પછી એક , “ધ ફાઈનલ પુશ” - જીવન પછીનો છેલ્લો ધક્કો આપનારા સ્મશાનના કર્મચારીઓના અનુભવોને વાચા આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, “ધ ગોલ્ડન એજર” - વૃધ્ધાવસ્થા પરની એક ભાવનાત્મક ફિલ્મ, “હુ ઇઝ મેડ ઇન ધ સીટી” - સમાજના અનસંગ હીરોઝની વાર્તા અને હાલમાં બનાવેલી ફિલ્મ “સોચ- બાઉન્ડરી લાઈન કે બાહર” - એક પિતા અને પુત્રીઓની પ્રેરણાત્મક વાર્તા, “ધ ઓક્સિજન પ્લાન્ટેશન” અને “ધ ઇન્ટરવ્યુ” - વૃક્ષારોપણના મહત્વને સમજાવતી શોર્ટ ફિલ્મ અને આ ઉપરાંત ઘણી અત્યારની મહામારીની પરિસ્થતિને લગતી શોર્ટ ફિલ્મ્સ – જેવી કે, “ક્વોરન્ટાઈન – એન એક્સપિરીયન્સ”, “વોન્ટ લેટ યુ ગો આઉટ” – કોરોના દર્દીની માનસિક સ્થિતીની વાર્તા અને “ધ થર્ડ વેવ” – જે તેમણે હાલમાં તેમના પિતા-સમા અંકલ કે જેમનું યુએઈમાં નિધન થયુંને સમર્પિત કરી હતી. તમામ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ અને શોર્ટ ફિલ્મ્સને લોકોનો અને મિડીયાનો ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો અને લાખો લોકો સુધી યુ-ટ્યુબ અને મિડીયાના માધ્યમથી તેમણે વાત પહોંચતી કરી.
જીવનનો સાચો હેતુ શું છે? શુ જન્મ્યા પછી ખાઇ-પી અને મૃત્યુ ની રાહ જોવાની એને જીવન કહેવાય? કે પછી કાંઇક હાંસલ કરવું એ જીવન કહેવાય? બધાને માટે જીવન દરમ્યાન કાંઇક હાંસલ કરવુ એ અલગ-અલગ હોય છે. કોઈ વરસો થી ચાલી આવતી પરમ્પરાને અનુસરે છે અને કોઈ આનાથી અલગ જાય છે ને જીવી લે છે. યાદ એવા લોકો જ રહી જાય છે. ખાસ બનવું હોય તો વિચારો “સોચ” બદલો, આ વિષયને ને ઉજાગર કરતી એક પિતા આસિફ અને એની પુત્રીઓની ખુબ જ ભાવનાત્મક અને હૃદયસ્પર્શી વાર્તા, પિતા ના પુત્રી પ્રેમ એને કંઇક કરી છુટવાનાં જુસ્સાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતી વાર્તા એટલે - “સોચ” બાઉન્ડરી લાઇન કે બાહર”.
પહેલા ઓટો-રિક્ષા ચલાવતાં અને પછી બિરીયાની ની રેંકડી ચલાવતાં પિતા આસિફ નો આ જુસો બરકરાર રહ્યો આજુ-બાજુ મા એવું કહેવા વાડા લોકો કે છોકરીઓ ને બાહર ના મોકલાય અને એમાં પણ ક્રિકેટ રમવા તો બિલકુલ ન મોકલાય ના અભિપ્રાય વાડા હોવા છતાં પણ. પોતાનું સપનું પુત્રીઓમાં જોતાં આસિફ એ ૨ પુત્રીઓને ક્રિકેટ કોચીંગમાં મુકી અને પોતાના તમામ શોખ એક-બાજુ પર મુક્યા. અને આ વાત અહિંયા જ ના રોકાઇ અને એમની પુત્રીઓ સુજાન અને રાબીયા એ પણ પપ્પાની આ તમન્ના ને પુરા ખંત અને મહેનત થી આગડ વધારી. આસિફ ની ત્રીજા નંબરની પુત્રી સુજાન વર્ષ 2020 માં રણજી ટ્રોફી / સિનિયર્સ માં 15 સભ્ય ની ટીમ મા સામેલ થઈ હતી અને ફરી આ વર્ષે 2021 માં પણ વિમેન્સ રણજી ટ્રોફી / સિનિયર્સ માં સુજાનનો સમવેશ થયો છે, જે એક પિતા માટે ખુબ જ ગર્વ લેવા જેવી બાબત છે.
આસિફ ની મહેચ્છા પોતાની આ બંન્ને ક્રિકેટર પુત્રીઓ આગળ સારો દેખાવ કરે અને ટીમ ઈન્ડિયા - મહિલા નો હિસ્સો બને અને જામનગર, તેના પરિવાર અને પિતા નું નામ રોશન કરે એવી છે.
ઝીંદગી ખાસ બે વસ્તુઓ થી થાય છે, ઈચ્છા ઓ અને જુસ્સો, જે બંને સુજનને એમના પિતા આસિફમાંથી વારસામાં મળ્યા છે. ક્રિકેટ મેદાન પર જ્યારે જુસ્સો ઓછો થાય ત્યારે એકવાર સુજાન યાદ કરી લે છે કે કેવી રીતે એના પપ્પા બિરયાની ની રેંકડી પર રહીને પુત્રીઓ ના ટીમ ઇન્ડિયામાં રમવા ના સપનાઓ જોવે છે તો ક્રિકેટ ના મેદાન માં એ હાર કેવી રીતે માની લે?
ડોક્યુમેન્ટરી ફિલ્મ "સોચ - બાઉન્ડરી લાઇન કે બાહર", એક વાર્તા છે પિતા એ પોતાની દિલ છૂટ્ટી વાત કર્યાની અને પુત્રી એ પિતા ના સપના પુરા કરવા ની જીદ્દ પકડ્યા ની. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ છે આસિફ ના એક હિંમતભર્યા સ્વભાવ ની, સંસાધનો ની સાથે કે સગાવડો ની સાથે તો બધા કરી શકે પણ તકલીફોની વચ્ચે પણ જે રીતે એક પિતા દિકરીઓ માં સપનુ જુવે એવા પિતાની. સલામ છે આવા પિતા - પુત્રીને અને શુભકામનાઓ કે જામનગરની આ દિકરીઓ એક દિવસ ટીમ ઇન્ડિયા - મહિલા ક્રિકેટમાં પોતાનું સ્થાન જામવી ને પિતા નું સ્વપ્ન અને જામનગર નુ નામ ફરી એકવાર ક્રિકેટ ના ક્ષેત્ર માં ઝળકતું કરે.
ફિલ્મ સર્જક સચીન આ તકે આભાર માનવા માંગે છે, ફિલ્મ ના સ્ક્રિપ્ટ લેખક સમીરાબેન પાત્રાવાલા, અને ખાસ આભાર જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન અને ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોચિંગ સેન્ટર ના પ્રમુખ શ્રી અજય સ્વાદિયા, ક્રિકેટ કોચ શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ અને ઉપરાંત તુમુલભાઈ બુચ, સુનીલભાઈ મેવાડા, મોહમ્મદ અનવર, હિરેનભાઈ માંકડ અને પૂજા માંકડ નો ફિલ્મ દરમ્યાન સહકાર આપવા બદલ, અને નિલેશ વ્યાસે માર્ગદર્શન પુરુ પડવા બદલ.
Leave a Comment